રામજી મંદિરથી નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ જાણીતા તબીબ ડો.સુનિલ જોશીએ પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Jun 27, 2025
પાલનપુરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રા નીકળી હતી. મોટા રામજી મંદિરથી પ્રારંભ થયેલી આ રથયાત્રા શહેરના 18 કિલોમીટરના માર્ગ પર પરિક્રમા કરી હતી. શ્રીરામ સેવા સમિતિ અને હિંદુ સંગઠનો દ્વારા આયોજિત આ રથયાત્રા ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાઈ છે. આ અંગે જાણીતા તબીબ ડો.સુનિલ જોશીએ પ્રતિક્રિયા આપી હતી.