જૂનાગઢ: ઉનેવાળ બ્રાહ્મણ સમાજ ની વાડી ખાતે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિનો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો
ગાંધીગ્રામમાં આવેલ ઉનેવાળ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિ વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા. વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા 1993થી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ ચાલતું હોય ત્યારે દર વર્ષે સર્વ જ્ઞાતિ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમના ભવિષ્ય માટેની ઉજવળ કામના માટે પણ પ્રાર્થના કરે છે.