દેદીયાસણ GIDC નજીક ST બસની ટક્કરથી એક્ટિવા ચાલક યુવરાજસિંહનું કરુણ મોત
Mahesana City, Mahesana | Oct 29, 2025
મહેસાણા શહેર નજીક આવેલા દેદીયાસણ GIDC વિસ્તારમાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતી સરકારી એસ.ટી. બસના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવરાજસિંહ નામના યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.