દાંતા: અંબાજી ખાતે SIR ની કામગીરી નિયત સમયમાં સો ટકા પૂર્ણ કરવા બદલ BLO ચિંતનભાઈ મોદી નું બીજેપી જિલ્લા પ્રભારી દ્વારા સમ્માન
અંબાજી ખાતે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે ત્યારે અંબાજીના બુથવાઈસ બધા જ BLO કામગીરી કરવામાં લાગેલા છે ત્યારે બુથ નંબર 122 ના BLO ચિંતનભાઈ મોદીએ નિયત સમય કરતા વહેલા આ કાર્ય સો ટકા પૂર્ણ કરી દીધું હતું તેથી ભાજપના જિલ્લા પ્રભારી પ્રવિણસિંહ રાણા દ્વારા તેમનું આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સહાયક તરીકે કામગીરી કરતા ભાજપના પૂર્વ મહામંત્રી દેવેન્દ્રભાઈ વ્યાસનું પણ સન્માન કરવામાં આવ્યું હતું