કોડીનાર: મિતિયાજ ગામના નવ નિયુક્ત યુવા સરપંચનો ગામના શ્રમિક નાગરિકો માટેનો ઉમદા નિર્ણય
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકાના મિતિયાજ ગ્રામપંચાયતની કચેરી રાત્રે દોઢ કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તાજેતરમાં જ ચૂંટાઈ આવેલા નવ નિયુક્ત યુવા સરપંચ સુરપાલ બારડે આ નિર્ણય કર્યો છે.આ નિર્ણય અંગે સરપંચ સુરપાલ બારડે જણાવ્યું હતું કે, અમારા ગામ માં મોટા ભાગ નો ખેત મજૂરી કરતો શ્રમિક વર્ગ વસવાટ કરે છે,આવા નાગરિકો દિવસ દરમિયાન વહેલી સવારે ખેત મજૂરી એ જાય છે અને સાંજે પરત આવે છે. આ સમયગાળા દરમ્યાન ગ્રામ પંચાયત બંધ થઈ જતી હોય છે.