ખેરગામ: ખેરગામ બજારમાં ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા રસ્તા પર અઢી વર્ષે ડામર
ખેરગામમાં ડ્રેનેજ લાઈનના વર્ષો જુના પાઇપ બહાર કાઢી નવા પાઇપ નાંખવાની કામગીરી માટે બજારમાં શ્રીજી હોટલથી દેસાઈવાડ સુધીનો ખોદાયેલો રસ્તો જૈસે થે બનાવાની ખાતરી આપ્યા બાદ અઢી વર્ષે રસ્તા પર ડામરના પેચ મારવાની શરૂઆત થતા સ્થાનિક લોકોએ ઘણી રાહત અનુભવી હતી.