ચુડા: BLO ની કામગીરી દરમિયાન માનસિક દબાણમાં આવી ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકે કરેલી આત્મ હત્યાની ઘટનાના પ્રત્યાઘાતો પડ્યા
સોમનાથ જિલ્લાના શિક્ષકે BLO ની કામગીરી દરમિયાન માનસિક દબાણમાં આવી જતા કરેલી આત્મ હત્યાની ઘટના થી ચકચાર મચી જવા પામી છે. રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના પ્રદેશ સચિવ અને ચુડા તાલુકા સામાજિક આગેવાન નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે BLO ની કામગીરી થી શાળાઓ માં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી રહી છે. મહિલા BLO ને ખોટી રીતે હેરાન કરાતા હોવાની ફરિયાદો વ્યાપક બની છે. સરકાર BLO ના પ્રશ્ર્નો ઉકેલવા કામગીરી હાથ ધરાય આવી તેવી માંગ કરી છે