વિસનગર: એપીએમસીમાં દિવાળી વેકેશન બાદ ધમધમાટ: શુભ મુહૂર્ત સાથે હરાજીનો પ્રારંભ
દિવાળીના તહેવારો નિમિત્તે દસ દિવસના વિરામ બાદ, આજે વિસનગર એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ફરી એકવાર ધમધમતી થઈ છે. તારીખ ૧૮ ઓક્ટોબરથી ૨૮ ઓક્ટોબર સુધી હરાજી બંધ રાખવાની જાહેરાત બાદ, આજે એટલે કે ૨૯ ઓક્ટોબરે, ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહના માહોલ વચ્ચે શુભ મુહૂર્ત કરીને ખેત જણસની હરાજીની શરૂઆત કરવામાં આવી હતી.