નામદાર કોર્ટ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ચાઈનીઝ દોરી નું ઉત્પાદન કરતા, વેચાણ કરતા અને સંગ્રહખોરો સામે કાર્યવાહીના દીશા નિર્દેશ આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.જે અન્વયે સુરત પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા તત્વો ની ઝડપી પાડવામાં આવી રહ્યા છે.ઉતરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી છે. સુરતના સૌથી જૂના અને જાણીતા ડબગરવાડમાં લાલગેટ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.