મુન્દ્રા: વાંકી ગામે માસુમ સગીરા સાથે અડપલા કરાયા
Mundra, Kutch | Oct 25, 2025 મુંદરા તાલુકાના વાંકી ગામે માસુમ સગીરા સાથે અડપલા કરવામાં આવતા ચકચાર મચી હતી. આ બાબતે ભોગ બનનાર ચાર વર્ષિય સગીરાની માતાએ પ્રાગપર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. આરોપી ફકુ ઈસ્માઈલ કોલીએ ભોગ બનનાર સગીરા સાથે અડપલા કરતાં તે હેબતાઈ ગઈ હતી. માતાએ ગુનો દાખલ કરાવતાં પોલીસે આરોપી સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.