મુળી તાલુકાના કુંતલપુર ગામમાં રાત્રિના સમયે તાત્કાલિક પ્રસૂતિની ઘટનામાં 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી. વાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય સપનાબેન અતુલભાઈ નાયકા માટે રાત્રે 2:24 વાગ્યે 108 સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરિસ્થિતિ ગંભીર હોવાથી સમય બચાવવા એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે ડિલિવરી કરાવવામાં આવી હતી. પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.