ચોટીલા તાલુકા પંચાયત કચેરી ખાતે ચોટીલા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ અને ચોટીલા તાલુકા વીસીઈ મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં ઈ ગ્રામ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ ટીએલઈ એમઆઈ 15 એફસી ટેકનિક્લ પોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓને ફરજ પર યથાવત રાખવા અંગે સમર્થન આપવામાં આવ્યું હતું. તેમાં મેમ્બર સેક્રેટરી એન્ડ ડેવલોપમેન્ટ કમિશનર ઈ ગ્રામ સોસાયટીના પત્ર પરના વિષયમાં કર્મચારીઓ અંગેની પોસ્ટ નાબૂદ કરવાનું જણાઈ આવ્યું હતું.