કેશોદ: કેશોદમાં SIR મતદાર યાદી સુધારણા કામગીરીને લઈ શિક્ષકોએ ડે.કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
કેશોદમાં SIR મતદાર યાદી સુધારણા કામગીરીને લઈ શિક્ષકોનું આવેદન.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનું રાજયના મુખ્યમંત્રી, મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધી ડે. ક્લેક્ટરને આવેદન.આવેદનમાં શિક્ષકો વિરૂદ્ધ ધરપકડ વોરંટ જેવા કડક કાર્યવાહીનો વિરોધ કરી ઓનલાઇન કામગીરી સામે વિરોધ નોંધાવ્યો.મતદાર નામ સુધારણ કાર્યક્રમમાં ખેતી કામમાં અને ઘરે હાજર રહેતાં ન હોય અરજદારો અનેક બહાના બતાવી સહકાર આપતાં ન હોય કામગીરીમાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી.