માણાવદરની જનતાને જાણ કરવા માં આવે છે કે તા. 2-01-2026ના રોજ પીજીવીસીએલ માણાવદર–1 પેટા વિભાગીય કચેરી દ્વારા નુતન ફિડર તથા નરેન્દ્ર ફિડરમાં માસ મેન્ટેનન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીને કારણે સવારે 8:00 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સનું કામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ સૂચના વગર ફિડર રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. સંબંધિત વિસ્તારના નાગરિકોને જરૂરી આયોજન કરવા પીજીવીસીએલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.