ઝારોલા શાળાના વિજ્ઞાન પ્રવાહના શિક્ષિકા દિવ્યાંગી બેન ઠાકોર તથા અસ્મિતાબેન જીંજાળા એ જણાવ્યું કે તેઓ પોતાના ખર્ચે અઠવાડિયામાં બે દિવસ ઝારોલા શાળાના સમય પહેલા તે સ્કૂલમાં એક એક કલાક ગણિત વિજ્ઞાન ભણાવશે. હાલમાં આ બંને બહેનો દિવાળી બાદ થી દર અઠવાડિયામાં બે દિવસ પોતાના ખર્ચે શૈક્ષણિક કાર્ય કરાવવા જાય છે. અને વિદ્યાર્થીઓની કચાસ દૂર કરવા ભરપૂર પ્રયત્નો કરે છે.