કેશોદ: કેશોદ સિવિલ કોર્ટમાં માદા શ્વાને આપ્યો બચ્ચાને જન્મ, કોર્ટ રજીસ્ટાર એ નગરપાલિકાને નોટિસ આપીને દૂર કરવા હુકમ કર્યો
કેશોદ સિનિયર સિવિલ કોર્ટમાં માદા શ્વાને કેટલાક બચ્ચાને જન્મ આપ્યો છે. જન્મ બાદ માદા શ્વાન વકીલો અને કોર્ટમાં આવતા અરજદારોને કરડી રહી છે. જેને ધ્યાને રાખીને કેશોદ મુખ્ય સિનિયર સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે નગરપાલિકાના ચીફ ઓફિસરને સ્વાન અને તેના બચ્ચાને કોટ પરિસરમાંથી દૂર કરવાનો આદેશ કરતો એક હુકમ આપ્યો છે. સમગ્ર મામલામાં કેશોદ નગરપાલિકા દ્વારા કોર્ટ પરિસરમાંથી શ્વાન અને તેના બચ્ચાઓને દૂર કરવાની કામગીરી થઈ શકે છે.