ચોટીલા: ચોટીલા તાલુકાના ઢોકળવાની સીમ વિસ્તારમાં પવનચક્કીમાંથી 69 હજારના 35 મીટર કેબલની ચોરી
ચોટીલા ઠાંગા વિસ્તારમાં પવનચક્કીઓ આવેલી છે. તેમાં ઢોકળવા ગામે આઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસ લિમિટેડ કંપનીની પવનચક્કી આવેલી છે. તેમાં શ્રીઆઈ કૃપા પેટ્રોલિંગ સર્વિસ દ્વારા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રાખવામાં આવેલો છે. ત્યારે ઢોકળવા ગામે પવનચક્કીનું મેન્ટેનન્સ કામ ચાલુ હતું. બીજા દિવસે ત્યાં પહોંચતા પવનચક્કી ખુલ્લા હોવાથી તેમજ કેબલ વાયર કાપેલો જોવા મળતા તેની પૂછપરછ કરતા મળી આવ્યો ન હતો. આથી અજાણ્યા શખસો દ્વારા પવનચક્કીનો નકુચો ખોલી અંદરથી રૂ. 69,450ની ચોર