જિલ્લામાં તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે, કુલ ૧.૬૫ લાખથી વધુ બાળકો પ્રવેશ મેળવશે
Palanpur City, Banas Kantha | Jun 24, 2025
બનાસકાંઠા જિલ્લામાં કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ તા.૨૬ જુનથી ૨૮ જૂન દરમિયાન જિલ્લાના તમામ ૧૪ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીઓ, જિલ્લા કક્ષાના વર્ગ ૧ અને ૨ના અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યો સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ તાલુકાની જુદી જુદી ૯ શાળાઓમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે.