કામરેજ: પાવર ગ્રીડ લાઇન ના વિરોધમાં ખેડૂતો ઘલા ગામે એકઠા થયા
Kamrej, Surat | Oct 13, 2025 સુરત જિલ્લામાં પાવરગ્રીડની વટામણ ટ્રાન્સમિશન લાઇનના મામલે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ એક પોલ દીઠ બે કરોડ રૂપિયા વળતરની માંગ કરી છે અને સરકારી જંત્રી આધારિત વળતરનો અસ્વીકાર કર્યો છે. આ મુદ્દે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે 'ખેડૂત સમાજ ગુજરાત'ના નેજા હેઠળ કામરેજ તાલુકાના ઘલા ગામ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી.બેઠકમાં હાજર ખેડૂતોએ પાવરગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા.