ખેરગામ: ખેરગામના ભૈરવી ગામે જમીનના ભાગ બાબતે પિતા-પુત્રોએ ૩ને માર માર્યો
મીઠા કૂવા ફળિયામાં રહેતા ખેડૂત શૈલેષભાઈ ધીરૂભાઈ પટેલ 31મીએ ઘરે હતા. ત્યારે ફળિયામાં જ રહેતા તેમના કુંટુંબી ગણપત રઘુભાઈ પટેલ અને તેમના પુત્રો રિતેશ અને અજય ઘરે ધસી આવ્યા હતા અને શૈલેષભાઈનું ગળું પકડી ગાળો આપી હતી. ઉપરાંત તમને જમીનની હદ નક્કી કરી વધારે જમીન જોઈએ છે, આજે તમને છોડવાના નથી. જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી માર માર્યો હતો. શૈલેષભાઈનાં પત્ની કાજલબેન તથા ભાભી સુનીતાબેને દોડી આવી શૈલેષભાઈને છોડાવવાના પ્રયત્નો કર્યા હતા.