વાંકાનેર: વાંકાનેર શહેરને થોડા દિવસોમા ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ, પંચાસર બાયપાસ પર મચ્છુ નદીના પુલની કામગીરી પૂર્ણતાને આરે..
Wankaner, Morbi | Oct 20, 2025 વાંકાનેર શહેરમાં છેલ્લા દોઢ વર્ષથી હેવી વાહનોની અવરજવરના કારણે શહેરીજનો ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય, ત્યારે આ ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર પંચાસર બાયપાસ પર મચ્છુ નદીના જર્જરીત પુલની સમારકામ કામગીરી હાલ પૂર્ણતાના આરે હોય ત્યારે આગામી થોડા દિવસોમાં જ આ કામગીરી પૂર્ણ થતા પુલ પુનઃ કાર્યરત બનવાથી શહેરને હેવી વાહનોના ટ્રાફિકથી મુક્તિ મળશે તેમ રાજ્યસભાના સાંસદે જણાવ્યું છે...