જૂનાગઢ: ધ નેગો ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબના ગુનાના કામે 8 માસથી સજાના દોષિત આરોપીને જોષીપરામાંથી ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ
જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા ઇસમોને પકડી પાડવા સારું જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ ગુના સોધક યુનિટના માણસો તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ. એસ.એસ માલમ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ વાણવી તથા કનકસિંહ સિસોદિયા ને સંયુક્તમાં બાતમી મળતા મહમદ અલ્તાફ શેખ નામના આરોપીની જોશીપરા ખાતેથી ઝડપી જિલ્લા જેલ ખાતે કેદમાં રહેવા મોકલી આપેલ છે.