ધોળકા: ધોળકામા ખોટી રીતે ફોર્મ નંબર- 7 ભરી વાંધા અરજી કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી
આજરોજ તા. 27/01/2026, મંગળવારે બપોરે એક વાગે ધોળકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધોળકા ખાતે નાયબ કલેકટર હિતેષભાઇ જોષી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં માંગણી કરવામાં આવી હતી કે SIR પ્રક્રિયા દરમિયાન ખોટી રીતે ફોર્મ નંબર - 7 ભરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ વેળા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.