આદ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્થાપિત દેશના ચાર મઠાધીશો પૈકીના એક દ્વારકા સ્થિત શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ઉપાડેલ સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત ધર્મ પ્રસાર યાત્રાના ભાગરૂપે બુધવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં કાલોલ શહેરના શામળદેવી રોડ પર આવેલી શાંતિનિકેતન હાઇસ્કુલ ખાતે ધર્મસભા સંબોધી હતી.