રાજકોટ પૂર્વ: રતનપર પાસે બોલેરોમાં ક્રુરતાપૂર્વક બાંધેલા પશુઓને મુક્ત કરાવતાં જીવદયાપ્રેેમીઓ
મોરબી રોડ પર રતનપર પાસે જીવદયા પ્રેમીઓએ શંકાસ્પદ બોલેરો કાર અટકાવી પોલીસને જાણ કરી હતી. બોલેરોમાંથી એક ભેંસ અને એક પાડો ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં આવ્યા હતાં. આ પશુ વાંકાનેરના અમરસરથી ભરી સદર બજારમાં લઈ જતા હતા પશુની હેરફેર માટે કોઈ જરૂરી પરવાનગી ન હોય અને પશુને ક્રૂરતાપૂર્વક બાંધ્યા હોય આ અંગે જીવદયાપ્રેમીની ફરિયાદ પરથી પોલીસે બોલેરો ચાલક વિરોધ ગુનો નોંધ્યો છે.