આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સિંગવડ તાલુકામાં વિવિધ ગામોમાં કાચા રસ્તાઓને પાકા ડામર રોડમાં રૂપાંતરિત કરવાની કામગીરીના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ગ્રામજનોની ઉપસ્થિતિમાં હર્ષભેર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.સિંગવડ તાલુકાના સીંગાપુર ગામે લીમખેડા–લીમડી સ્ટેટ હાઈવેથી બાબા ઈન્દ્રરાજ દેવ રોડ સુધીના કાચા રસ્તાને પાકા ડામર રોડમાં પરિવર્તિત કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો.