જૂનાગઢ: દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસે પિતૃ તર્પણ માટે ભક્તોનું ઘોડાપૂર, શાસ્ત્રી ગોપાલ ક્રિષ્ના જોષીએ આપી પ્રતિક્રિયા
જુનાગઢના ભવનાથમાં ભાદરવી અમાસનું અનોખું મહત્ત્વ,દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે તેમજ મોક્ષ પીપળાને પાણી રેડવા બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યાં.દામોદર કુંડને ગંગા નદી જેટલો જ પવિત્ર માનવામાં આવે છે. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે, જે મુજબ બ્રહ્મા અને ઇન્દ્ર જેવા દેવોએ પણ અહીં યજ્ઞો કર્યા હતા, જેમાં અન્ય દેવી-દેવતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દંતકથા મુજબ, શ્રીકૃષ્ણ ભગવાન પણ ત્રણ વખત આ ભૂમિ પર પધાર્યા હતા.