થાનગઢ: અમરાપર ગામે જૂથ અથડામણમાં વધુ એક ગુન્હો નોંધાયો
થાનગઢ તાલુકાના અમરાપર ગામે 28 ઓક્ટોમ્બરના રોજ બે જૂથ વચ્ચે માથાકુટ થવા પામી હતી જેમાં આગાઉ 15થી 20 શખ્સો વિરુધ ગુન્હો નોંધાયો હતો જે બાદ હવે ચિત્રાખાડા ગામના 16 જેટલા શખ્સોના જૂથ વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાતા કાર્યવાહી હાથ ધરી છે.