જૂનાગઢ: સાબલપુરમાં મનપાની બેદરકારીથી બાળકના મોત મામલે ઉપવાસ સમેટાયો, મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણએ આપી પ્રતિક્રિયા
જૂનાગઢના સાબલપુરમાં મહાનગરપાલિકા દ્વારા ફિલ્ટર પ્લાન્ટ બનાવવા એક 30 ફૂટ ઊંડો મોટો ખાડો કરવામાં આવ્યો હતો જેમાં વરસાદના કારણે પાણી ભરાયું અને બાદમાં ગઈકાલે એક બાળક ત્યાં પડી જતા મોત નીપજ્યું હતું પરંતુ મનપાના અધિકારી કે પદાધિકારીએ મૃતકના પરિવાર ની મુલાકાત પણ ન કરી ત્યારે મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણએ ન્યાય માટે આમળાંત ઉપવાસ શરૂ કર્યા હતા જ્યારે પોલીસ દ્વારા દરમિયાનગીરી કરી તપાસ ની ખાતરી આપતા ઉપવાસ સમેટાયું હતું.