કતારગામ: કતારગામ સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સૌ અધિકારીઓ એકતા શપથ લીધા હતા.
Katargam, Surat | Oct 30, 2025 ૩૧મી ઓક્ટોબરે રાષ્ટ્રના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી-સુરત ખાતે જિલ્લા કલેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય એકતા’ના શપથ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સહિત જિલ્લા કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા.