ચુડા ના નવી મોરવાડ ગામના ભરતભાઇ ચીકાભાઇ બાબરે ચુડા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ નવી મોરવાડ ગામના પાટિયા પાસે ઓવરબ્રીજ પુરો થાય ત્યા રોડ પર ચાલીને પસાર રહ્યા હતા ત્યારે પાછળ પુરપાટ ઝડપે બાઇક લઇ આવી રહેલા ગોપાલ કાનાભાઈ ભરવાડ રહે સમઢીયાળા વાળા એ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો ભરતભાઈ ને હેમરેજ જેવી ગંભીર રીતે ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.