લખતર: લખતર એસટી વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા અંરગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
રાજકોટ ડિવિઝન વિભાગ સુચના મુજબ લખતર એસટી વિભાગ દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી વિભાગ અને એ વી ઓઝા વિદ્યાલયની બાળાઓ દ્વારા એ વી ઓઝા વિદ્યાલયથી લખતર એસટી ડેપો સુધી રેલી કાઢવામાં આવી હતી રેલીમાં સ્વચ્છતા ને લઇ અલગ અલગ બેનરો સાથે રેલી યોજી હતી આ રેલીમાં એસટી ડેપોના નિવૃત્ત કર્મચારીઓ તેમજ કર્મચારીઓ તેમજ એ વી ઓઝા વિદ્યાલયની આચાર્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાય હતા