ધારી ખાતે અભ્યાસ અર્થે આવેલી એક યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતી ધારીની કોલેજ ખાતે અભ્યાસ કરવા ગઈ હતી, પરંતુ ત્યાર બાદ તે ઘરે પરત ન ફરતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શિવડ ગામની કિરણબેન રવજીભાઈ ચારોડા (ઉ.વ.૨૦) ધારી ખાતે આવેલી મહિલા યોગીજી કોલેજમાં અભ્યાસ અર્થે પોતાનાઘરેથી નીકળ્યા હતા. કોલેજ ખાતે આવ્યા બાદ, કિરણબેન કોઈને પણ જાણ કર્યા વગર ધારી ખાતેથી અચાનક ક્યાંક ચાલી ગયા હતા અને ત્યારથી તેઓ લાપતા છે..