મોરબીના શનાળા રોડ પર સ્કાયમોલ નજીક કરિયાણાની દુકાન ધરાવતા વેપારીએ ધંધામાં જરૂરત પડતા વ્યાજે નાણાં લઈ તમામ નાણાં વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હોવા છતાં બે વ્યાજખોરોએ બમણાંથી લઇ ચાર ગણા નાણાં પરત માંગી પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી પઠાણી ઉઘરાણી શરૂ કરતા વ્યાજખોરોથી કંટાળી ગયેલા વેપારીએ બન્ને વ્યાજખોરો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.