ઝાલોદ: ઝોન બદલાતા ફુલપુરાતળ ખાતેના ગ્રામજનો પરેશાન ધારાસભ્યને આવેદનપત્ર આપીને રજૂઆત કરી
Jhalod, Dahod | Sep 28, 2025 આજે તારીખ 28/09/2025 રવિવારના રોજ સાંજે 4.30 કલાકે ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઇ. ગ્રામજનો પોલીસ સ્ટેશને જવા ૪૦ કિલોમીટર ધક્કા મજબૂર.ધારાસભ્યને આવેદનપત્ર આપીને રજૂઆત કરી.ઝાલોદ તાલુકાની ફુલપુરાતળ ગ્રામ પંચાયતના ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર બદલાવાને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામ ઝાલોદ શહેરથી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે હોવા છતાં પોલીસના નાના-મોટા કામ માટે ગામલોકોએ ૪૦ કિલોમીટરનો લાંબો ફેરો ફેરવો પડે.