આજે રવિવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ પીએમ નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થતા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.સૌરાષ્ટ્રમાં વિરાસત અને વિકાસના ઉત્સવમાં સહભાગી થયા બાદ અમદાવાદ પધાર્યા હતા ત્યારે એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.