મળતી વિગતો અનુસાર ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ડાકોર પોલીસમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે ડાકોરના જેસાપુરા ગામ ચામુંડા એગ્રો ની પાસે ખેતરમાં રહેતા ગુણવંતસિંહ ચાવડાના છાપરામાં સંતાડીને રાખતા વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે ગુણવંતસિંહ ચાવડા ને ₹1,10,900 ની કિંમતના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે.