લખપત: માતાનામઢ મંદિર સંકુલમાં નવરાત્રી દરમિયાન - મોબાઈલ, કેમેરા, શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ
Lakhpat, Kutch | Sep 19, 2025 માતાનામઢ ખાતે આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ ભીડ થાય છે. વર્તમાન સમયમાં અગત્યનાં મંદિરોની સુરક્ષા નજરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા. 19/9ના સવારે 6 કલાકથી તા. 2/10ના રાત્રિના 12 વાગ્યા સુધી આશાપુરા માતાજીના મંદિર સંકુલમાં મોબાઈલ, કેમેરા, શંકાસ્પદ વસ્તુઓ, શ્રીફળ લઈ જવાની અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મનાઇ ફરમાવાઈ છે