જૂનાગઢ: જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે પેવર બ્લોકનું કામ શરૂ કરાયું
આજ રોજ તા.29 ને સોમવારના રોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે ગામના યુવા સરપંચ નિકુંજભાઈ ભીમાણીએ ખુશી વ્યક્ત કરતા જણાવેલ કે અમારા ગામની અમુક શેરીઓમાં રોડ બનાવવની ખાસ જરૂર હતી જેની મેં તંત્રને રજુઆત કરેલ જેને ધ્યાને લઈને જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દિનેશભાઈ મૈતરએ રૂપિયા 10 લાખની ગ્રાન્ટ આ પેવર બ્લોક માટે ફાળવી છે જે બદલ તેમનો હું આભાર વ્યક્ત કરું છું આ કામથી ગ્રામજનોમાં પણ ખુશાલી વ્યાપી છે.