મુળી: સરા ધ્રાંગધ્રા માર્ગના બ્રિજ પર બ્યુટિફિકેશન કામગીરી હાથ ધરાઈ
મૂળી તાલુકાના સરા - ધ્રાંગધ્રા તરફ જતા માર્ગ પર આવેલા મુખ્ય (મેજર) બ્રિજને રંગરોગણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રકારનું બ્યુટીફિકેશન માત્ર સ્વચ્છતાનો સંદેશ જ નહીં પરંતુ જિલ્લાના માર્ગો પરથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને પણ એક સકારાત્મક અનુભવ પૂરો પાડવા તંત્ર દ્વારા કાર્ય હાથ ધર્યું હતું.