અંબાજી ગામની નજીક આવેલા પાડલીયા ગામ પાસે આદિવાસી વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ કર્મચારીઓ અને પોલીસવાળાઓ પર હુમલો કરવામાં આવ્યો સ્થાનિક લોકો અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીન વિવાદ ચાલતો હતો ત્યારે આજરોજ ફોરેસ્ટ વિભાગ ત્યાં પહોંચતા ત્યાંના સ્થાનિક લોકોએ ટોળામાં થઈ અને પોલીસવાળા પર હુમલો કરી દીધો હતો ટોળાએ પથ્થરો અને તીર કામઠા દ્વારા હુમલો કર્યો હતો.વીસ થી વધુ પોલીસ કર્મચારીઓ ને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.