સંજેલી: સંજેલી સહિત તાલુકામાં પૂર્વજોની યાદમાં ખત્રી પૂજન કરી ચૌદસની ઉજવણી કરાઈ
Sanjeli, Dahod | Nov 4, 2025 આજે તારીખ 04/11/2025 મંગળવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં પૂર્વજોની યાદમાં “ખત્રી' આવ્યા એવું કહેવાય તેવી આદિવાસી સમાજની પરંપરા સંજેલી તાલુકામાં ઠેર-ઠેર ચૌદસની ઉજવણી કરવામાં આવી.સંજેલી ના દરેક ગામમાં આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં આખું ગામ ભેગા થઈ ખેતર એકે પાદરે શીરા પાળિયાની પ્રતિષ્ઠા કરવામાં અને સમાજના રીત રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવે છે.