વિસનગર: તરભના વાળીનાથ મંદિરે દર્શન દરમિયાન મહિલાના ગળામાંથી ₹૩.૬૦ લાખનો સોનાનો દોરો આંચકી લેવાયો
વિસનગર તાલુકાના તારભ ગામે આવેલા પ્રસિદ્ધ વાળીનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલા સાબરકાંઠાના એક પરિવારની મહિલાના ગળામાંથી આશરે ત્રણ તોલા વજનનો સોનાનો દોરો, જેની કિંમત આશરે ₹૩,૬૦,૦૦૦/- જેટલી છે, તે કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા આંચકી લેવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.