કાલોલ: વિવિધ પડતર માગને લઈને આજથી કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો હડતાળ પર ઉતર્યા
કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકા   સસ્તા અનાજની દુકાનોના સંચાલકો (રેશન ડીલરો) તેમની લાંબા સમયથી પડતર વીસ મુખ્ય માંગણીઓ ન સંતોષાતા ૧ નવેમ્બર,૨૦૨૫થી અસહકાર આંદોલન અને વિતરણ પ્રક્રિયાથી અળગા રહેવાની જાહેરાત કરી છે. ગુજરાતની બે મુખ્ય સંસ્થાઓ - ગુજરાત રાજય ફેર પ્રાઈઝ શોપ & કેરોસીન લાઈસન્સ હોલ્ડર્સ એસોસીએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસીએશન દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રતિ કિલોએ રૂપિયા ૩ કરવું (હાલમાં રૂપિયા