ધોળકા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કાપણી વાળી ડાંગર અને ઉભી ડાંગરના પાકને વ્યાપક નુકશાન થયું છે. ત્યારે આજરોજ તા. 27/10/2025, સોમવારે બપોરે ત્રણ વાગે કિસાન મંડળ ગુજરાતના આગેવાનો દ્વારા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી રાહત પેકેજ જાહેર કરવા માંગણી કરી હતી.