દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજ કચરીનાં વનકર્મીઓની ટીમે ખેરનાં લાકડાનો જથ્થો ભરેલ પિકઅપ ગાડી ઝડપી પાડી.
Ahwa, The Dangs | Sep 18, 2025 ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.નિરજકુમાર(IFS) તથા એ.સી.એફ.આરતી ડામોરની સૂચના મુજબ શામગહાન રેંજ કચેરીનાંઆર.એફ.ઓ. ચિરાગભાઈ માછી તથા તેમની ટીમે આ સફળ ઓપરેશન હાથ ધર્યું.સાપુતારા નજીક જોગબારી રોડ પર નાકાબંધી દરમ્યાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી.અંદાજીત રૂ.50 હજારનાં ખેરનાં લાકડાં અને રૂ.5.50 લાખની પિકઅપ ગાડી મળી કુલ રૂ.6 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીને પકડવામા આવયો.હાલ, લાકડાનો જથ્થો ક્યાંથી ભરાયો અને ક્યાં જવાનો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે..!