નવસારી: પારસી ગાર્ડન નજીક ભુવનેશ્વરી ખીચડી ની સામે કારમાં આગ
નવસારીમાં સતત બીજી આગની ઘટના બુધવારે બની છે. પારસી ગાર્ડન નજીક ભુવનેશ્વરી ખીચડીની સામે કારમાં આગ લાગવાની ઘટના બની છે. ફોર્ડ ફિગો કારમાં આગ લાગવાની ઘટનાને લઈને તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું જોકે વિભાગની ત્વરિત કામગીરીને લઈને મોટી જાનહાની ટળી છે.