થાનગઢના નવાગામ ખાતે સર્વેલન્સ ટીમે ખાનગી માહિતીના આધારે દરોડો પાડ્યો. જેમાં જાહેર રસ્તા પર ગંજી પાનાંથી જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા પોલીસે રૂ. 3,10,550 રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.