વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના ગાંધીનગરના સેક્ટર-21 ખાતે આવેલ જૂના MLA ક્વાટર્સમાં એક યુવક અને યુવતીને પોલીસ દ્વારા પકડાયા હોવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ બંને 18 વર્ષથી વધુ ઉંમરના હોવાથી તથા સહમતિથી ત્યાં આવ્યા હોવાને કારણે પોલીસે બંનેના નિવેદન નોંધ્યા બાદ તેમને મુક્ત કરી દીધા. પોલીસને બાતમી મળતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. MLA ક્વાટર્સમાં યુગલ કેવી રીતે પહોંચ્યું તે મુદ્દે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે.