થરાદ: થરાદમાં યુરિયા માટે લાંબી કતારો વચ્ચે ખેડૂતની વ્યથા, રવિ સિઝનના પાક માટે વહેલી સવારથી જગતના તાતની લાઈનો
થરાદ પંથકમાં રવિ સિઝનના પાક માટે યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, તેમ છતાં તેમને પૂરતું ખાતર મળી રહ્યું નથી. એછેલ્લા પંદર દિવસથી ખેડૂતો યુરિયા ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ઘરના કામ પડતા મૂકીને ખેડૂત પરિવારની મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં ઊભી રહેવા મજબૂર બની છે.